Tuesday, July 31, 2012

ચીન અત્યાચાર ગુજારી ઓલિમ્પિક ચેમ્પિયન તૈયાર કરે છે : જુઓ તસવીરો


 
લંડન 31, જૂલાઈ
લંડન ઓલિમ્પિક્સનો પ્રારંભ થઇ ગયો છે. ઓલિમ્પિક્સના પ્રથમ પાંચ દિવસમાં મેડલ ટેબલ ઉપર ચીને સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતવામાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. કટ્ટર હરીફને મા'ત આપવા અને રમતના મહાકૂંભ દરમિયાન સૌથી વધુ ગોલ્ડ મેડલ જીતવાની લ્હાયમાં ચીન ગમે તે ભોગ આપવા તૈયાર થઇ જાય છે.
ચીન બાળક પાંચ વર્ષનું થાય ત્યારથી જ તેને ઓલિમ્પિક ચેમ્પિયન બનાવવા કેવા અમાનુષી અત્યાર ગુજારે છે તેની તસ્વીર બ્રિટિશ મીડિયામાં જારી કરવામાં આવી છે. બ્રિટિશ મીડિયાના મતે ચીનમાં બાળક પાંચ વર્ષનું થાય એ સાથે જ તેને ગોલ્ડ મેડલ મેળવવા મરજી વિરુદ્ધ તૈયાર કરવામાં આવે છે. 
આ માટે બાળકને શારિરિક-માનસિક ત્રાસ પણ ગુજારવામાં આવે છે. લંડન ઓલિમ્પિક્સની ૪૦૦ મીટર ઇન્ડિવિડયુઅલ મીડલેમાં ગોલ્ડ મેડલ જીતનારી ચીનની યે શિવેન માત્ર સાત વર્ષની હતી ત્યારે તેનામાં ચેમ્પિયન સ્વિમર તરીકેના લક્ષણ દેખાતાં તેને શારિરિક-માનસિક રીતે નીચોવી નાખતાં ટ્રેનિંગ કેમ્પમાં મોકલી દેવામાં આવી હતી. શિવેનમાં ઓક્સિજીનનું પ્રમાણ વધારવા તેને કલાકોને કલાકો સ્વિમિંગ પૂલના પાણીમાં રાખવામાં આવતી હતી.
ખૂદ બ્રિટિશ એથ્લેટ્ ઓલિમ્પિક્સમાં હજુ સુધી એકેય ગોલ્ડ જીતી શક્યા નથી. ચીનની સફળતાથી ઇર્ષ્યાને કારણે બ્રિટિશ મીડિયા આ પ્રકારના અહેવાલ રજૂ કર્યા હોય તેમ પણ બની શકે છે.

No comments:

Post a Comment