Tuesday, July 31, 2012

‘હોંસલે બુલંદ હો તો હિમાલય ભી છોટા લગતા હૈ’


લંડન, 31 જુલાઈ
·         પોલેન્ડની નતાલિયાને એક હાથ નથી છતા ટેબલ ટેનિસમાં પ્રી-ક્વાર્ટરમાં
·         બ્લેડ રનર પિસ્ટોરિયસ બંને પગ ન હોવા છતા ઓલિમ્પિકમાં દોડશે
‘હોંસલે બુલંદ હો તો હિમાલય ભી છોટા લગતા હૈ’કહેવતને સાર્થક કરી બતાવી છે પોલેન્ડની મહિલા એથ્લેટ ખેલાડી નતાલિયા પાત્યર્કાએ. લંડન ઓલિમ્પિકમાં આ મહિલા ખેલાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. કારણ કે નતાલિયાને જન્મથી જ કોણીથી આગળનો ડાબો હાથ નથી. છતા ટેબલટેનિસમાં ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક બંનેમાં ભાગ લઈ રહી છે.
ગજબનું ફોર્મ બતાવતા તેણે એક હાથે રવિવારે લંડન ઓલિમ્પિકની ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન જમાવ્યું છે.
સાત વર્ષે જ ટેબલ ટેનિસમાં પર્દાપણ કરનાર નતાલિયાએ તેનો પ્રથમ ચંદ્રક વર્ષ 1999માં ડિસેબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો હતો. આ પછી નતાલિયાએ પાછુ વળીને નથી જોયું.સતત સફળતાની સીડી ચડી છે.
23 વર્ષીય નતાલિયા એ પહેલી એથ્લેટ નથી જે આ વર્ષે ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક બંનેમાં ભાગ લઈ રહી હોય. પરંતુ દક્ષિણ આફ્રીકાનો બહુચર્ચિત પુરૂષ એથ્લેટ ઓસ્કાર પિસ્ટોરિયસ પણ કૃત્રિમ પગ વડે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જીતી ચુક્યો છે.પિસ્ટોરિયસને કૃત્રિમ પગથી કોઈ નામનો મોહતાજ નથી, છતા આજે તે વિશ્વમાં ‘બ્લેડ રનર’ તરીકે ઓળખાય છે.પિસ્ટોરિયસે વર્ષ 2008માં પેરાઓલિમ્પિકમાં ચાર ચંદ્રક પોતાના નામે કર્યા હતા.

No comments:

Post a Comment