Friday, July 27, 2012

લંડન ઓલિમ્પિક ઉદઘાટનનો રંગારંગ કાર્યક્રમ જુઓ તસવીરોમાં


નવી દિલ્હી, 27 જુલાઈ
દુનિયાના સૌથી મોટા ખેલમહાકુંભનું આયોજન દુનિયાના શાનદાર શહેર લંડનમાં ત્રીજી વાર થયું.ભારતીય સમય મુજબ રાત્રે 1.30 કલાકે અને ઈંગ્લેન્ડના સમય મુજબ સવારે 8.12 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમની રોનક અને ભપકાથી દુનિયાનો કોઈ વ્યક્તિ કે કોઈ સ્થળ અલિપ્ત રહી શકયો નહીં. ત્યારે ‘સંદેશ ડોટ કોમ’ શબ્દો અને તસવીરોથી આ રંગારંગ કાર્યક્રમનો વિસ્તૃત ચિતાર આલેખે છે...
લંડન ઓલિમ્પિકની ભવ્ય તૈયારીઓની ઝલક ગુરૂવારથી જ લંડનના માર્ગો પર જોવા મળી. આ ઝલકમાં ભારતીય મહાનાયક અમિતાભ બચ્ચન, બિઝનેસ ટાયકૂન લક્ષ્મી મિત્તલ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂન ઓલિમ્પિક લઈને દોડતા નજરે પડ્યા.ભારતમાં રહેલા બ્રિટીશ રાજદૂત જેમ્સ બેવનના જણાવ્યા મુજબ આ ઓલિમ્પિક ખેલ એક અરબ કરતા પણ વધારે લોકો નિહાળશે. ઉપરાંત આ મહાકુંભ ફક્ત બ્રિટનની જ નહી પણ આખા યુરો ઝોનની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે. બ્રિટીશ વડાપ્રધાન ડેવીડ કેમરુને ગુરૂવારે ઓલિમ્પિક જોવા આવેલા ઉદ્યોગપતિઓ અને રાજનેતાઓને ગ્લોબલ ઈન્વેસ્ટમેંટ મીટમાં મુલાકાત કરીને આ દિશામાં આગળ વધ્યા હતા.
ઓલિમ્પિક પાર્કમાં શાહી બ્રિટીશ અંદાજ જોવા મળશે. અહીં તમને સાદગી સાથે રોમાંચ જોવા મળશે. તડાકા-ભડાકા નહીં પરંતુ ટ્રેડિશનલ રાજાશાહીનો નજારો જોવા મળશે.આવો સમારોહ તમે ક્યારેય નહીં જોયો હોય. સમારોહની વચ્ચે વચ્ચે બ્રિટેન દુનિયાને નવું નવું સરપ્રાઈઝ આપતુ રહેશે.
આ પહેલા ઈ.સ 1908 અને ઈ.સ 1948 માં પણ લંડનમાં મહાકુંભનું આયોજન થઈ ચુક્યું છે.
ઉદઘાટન સમાહોરની ખાસ ઝલક
-  ઉદઘાટન સમારોહ ભારતીય સમય મુજબ રાત્રે દોઢ કલાકે થશે.ભારતમાં દૂરદર્શન પર આનું પ્રસારણ થશે. આ શો શેક્સપિયરના ‘ધ ટેંપેસ્ટ’ પર આધારિત હશે.
-   ક્વીન એલિઝાબેથ દ્વિતિય અને પ્રિન્સ ફિલીપ કરશે ઔપચારિક ઉદઘાટન
-   ત્રણ મિનિટના રીંગ બેલથી શરૂઆત થશે.
ઉદઘાટન સમારોહને ‘સ્લમડોગ મિલિયોનેર’ના ઓસ્કાર વિજેતા નિર્દેશક ડેની બોયલે તૈયાર કર્યો છે.રિક સ્મિથ અને કાર્લ હાઈડે સંગીત આપ્યું છે. આ ઉપરાંત સંગીતકાર એ.આર.રહેમાન પણ એમાં ભાગ લેશે.
લંડન ઓલિમ્પિક પર એક નજર
યજમાન દેશ : લંડન
દેશ : 204
એથ્લીટ્સ : 10.500
રમતો : 26
સ્પર્ધા : 302











 

No comments:

Post a Comment