Monday, July 30, 2012

'ચક દે ઈન્ડિયા'ની શરૂઆત : નારંગે અપાવ્યો દેશને પ્રથમ મેડલ


 
લંડન, તા. ૩૦
ગગન નારંગે ફરી એકવાર પુરવાર કરી દીધું છે કે તેની ગણના શા માટે હાલ વિશ્વના શ્રેષ્ઠ શૂટર્સમાં થાય છે. આજે ૧૦ મીટર એર રાઇફલનો મુકાબલો શરૂ થયો ત્યારે ભારતને અભિનવ બિન્દ્રા અને ગગન નારંગ એમ દેશના બે શ્રેષ્ઠ શૂટર્સ પાસેથી મેડલની અપેક્ષા હતી. અભિનવ બિન્દ્રા નિષ્ફળ રહેતાં ભારત આ ઇવેન્ટમાં બે મેડલ તો જીતી શક્યું નહીં પણ ગગન નારંગે લંડન ઓલિમ્પિક્સનાં મેડલટેબલમાં ભારતનું ખાતું ખોલાવી દીધું છે.
ગગને મેડલ વરસાવ્યો, ભારતે લંડન ઓલિમ્પિક્સનાં મેડલટેબલમાં ખાતું ખોલાવ્યું
ગગન નારંગ ૨૦૦૮ની બેઇજિંગ ઓલિમ્પિક્સ વખતે સહેજ માટે ફાઇનલમાં ક્વોલિફાઇથી ચૂકી ગયો હતો, જોકે, આ પરાજય બાદ ગગન પોતાની નબળાઈ સુધારી વધુ બહેતર શૂટર બન્યો અને આજે તેનું પરિણામ સામે જ છે.
૧ પોઇન્ટથી ગોલ્ડ ચૂક્યો
ગગને ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ૫૯૮ અને ફાઇનલમાં ૧૦૩.૧ એમ કુલ ૭૦૧.૧ પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ગગન અને ગોલ્ડ વચ્ચે માત્ર ૧ પોઇન્ટનું અંતર રહી ગયું હતું. ગોલ્ડ મેડલ મેળવનાર રોમાનિયાના મોલ્દેવનું અલિન જ્યોર્જે ૭૦૨.૧ અને સિલ્વર મેડલ મેળવનારા ઇટાલીના નિક્કોલો કેમ્પ્રિનીએ ૭૦.૧૫ પોઇન્ટ હાંસલ કર્યા હતા.
જશ્ન હાલ નહીં
ગગને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હોવા છતાં તેના પિતા બીએસ નારંગે હાલ જશ્ન મનાવવાથી ઇનકાર કર્યો હતો. બીએસ નારંગે જણાવ્યું હતું કે ઓલિમ્પિક્સમાં ગગનની હજુ બે ઇવેન્ટ બાકી છે. આ બંનેમાં પણ ગગન મેડલ મેળવશે તેવો વિશ્વાસ છે. ગગન આ બંને ઇવેન્ટમાં મેડલ જીતશે જ તેવો વિશ્વાસ છે.
ભારતની હેટ્રિક
ભારતે સતત ત્રીજી ઓલિમ્પિક્સમાં શૂટિંગ ઇવેન્ટમાં મેડલ જીત્યો છે. ૨૦૦૪માં રાજ્યવર્ધન રાઠોડ, ૨૦૦૮માં અભિનવ બિન્દ્રાએ આ સિદ્ધિ મેળવી હતી. રસપ્રદ રીતે અહિંસાની પૂજા કરતા આપણા દેશે રેસલિંગ, બોક્સિંગ, શૂટિંગ જેવી રમતમાં ૬ મેડલ જીત્યા છે.
પિતાએ જમીન વેચી શૂટર બનાવ્યો
ગગન નારંગ શૂટિંગમાં કારકિર્દી બનાવી શકે એ માટે તેના પિતાએ પોતાની વર્ષો જૂની જમીન વેચી દીધી હતી. આ જમીન વેચી પિતાએ ગગન માટે રાઇફલ ખરીદી હતી. ગગન હાલ પોતાની શૂટિંગ એકેડમી ચલાવી રહ્યો છે, જેમાં તે આર્િથક રીતે સદ્ધર ન હોય તેવા શૂટર્સને નિઃશુલ્ક તાલીમ આપે છે.

સચિન તેંડુલકર

ક્રિકેટના લિજેન્ડ ખેલાડી સચિન તેંડુલકરે સોમવારે ગગન નારંગને દેશ માટે પ્રથમ મેડલ જીતવા બદલ સલામ કરતા ટ્વીટ કર્યું કે નારંગે દેશવાસીઓનું ગૌરવ વધાર્યું છે. ચાલો આપણે આ મોકે ખુશ થઈએ અને પ્રાર્થના કરીએ કે હજુ વધુ મેળવે.

ભુપેન્દ્રસિંહ હુડા

હરીયાણાના મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડાએ ગગન નારંગને લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જતવા અભિનંદન પાઠવતા તેને એક કોરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી.

નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન

લંડન ઓલમ્પિકમાં એર રાઇફલ શુટિંગમાં ભારતના ગગન નારંગને કાંસ્યપદક જીતવા માટે મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અભિનંદન પાઠવ્યા છે.
અભિનવ બિંદ્રા અને ગગન નારંગ
  • ક્વોલિફાઈંગ રાઉન્ડ
  • ગગન નારંગ (ત્રીજા ક્રમે)
 
રાઉન્ડસ્કોર
૧૦૦
૧૦૦
૯૮
૧૦૦
૧૦૦
૧૦૦
કુલ     ૫૯૮
 
  • અભિનવ બિન્દ્રા (સોળમાં ક્રમે)
૯૯
૯૯
૧૦૦
૧૦૦
૯૯
૯૭
કુલ     ૫૯૪
 
  • ફાઈનલ રાઉન્ડ ગગન નારંગ
રાઉન્ડસ્કોર
૧૦.૭
૯.૭
૧૦.૬
૧૦.૭
૧૦.૪
૧૦.૬
૯.૯
૯.૫
૧૦.૩
૧૦૧૦.૭
કુલ     ૧૦૩.૧

No comments:

Post a Comment