લંડન, તા. 26બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને આજે લંડનમાં ઓલિમ્પિક મશાલની દોડમાં ભાગ લીધો હતો. હાથમાં ઓલિમ્પિકની મશાલ લઈ અમિતાભ ઓલિમ્પિકની ટ્રેક શૂટમાં નજરે પડી રહ્યા હતા. 69 વર્ષીય અમિતાભે આશરે ત્રણસો મીટરની દોડ લગાવી હતી. અમિતાભે જે સમયે હાથમાં ઓલિમ્પિકની મશાલ લીધી હતી, તે સમયે લંડનનાં માર્ગો પર લોકોની ભીડ હૈયેહૈયું દબાઈ તેટલી જોવા મળી રહી હતી.
માર્ગના બંને તરફ અમિતાભના પ્રશંસકોની ભારે ભીડ હતી અને મશાલ દોડ જોવા માટે લોકો જમા હતાં. ત્યાં રહેલાં લોકોએ હાથ હલાવીને અમિતાભનું અભિવાદન કર્યું હતું, જેના જલાબમાં અમિતાભે પણ હાથ હલાવીને જવાબ આપ્યો હતો. અમિતાભે પહેલા હળવાં પગલે દોડવાનું શરૂ કર્યું હતું. પછી લાંબા-લાંબા ડગ ભરવા માંડ્યાં હતા.
અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર પર જણાવ્યું કે, ''મને અહીં લંડન ઓલિમ્પિક આયોજન સમિતી તરફથી મશાલ લઈને ચાલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મારા અને દેશ માટે ગૌરવ કરનારી ક્ષણ છે. ''
ઉલ્લેખનીય છે કે લંડનમાં ઓલિમ્પિક રમતોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને ઉદઘાટન માટે એક દિવસ બાકી છે.
બોલિવૂડના મિલેનિયમ સ્ટાર ઓલિમ્પિકની મશાલ લઈને દોડ્યાની વધુ તસવીરો જુઓ...
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
Amitabh Bachchan carries Olympic torch in London 
No comments:
Post a Comment