Tuesday, July 31, 2012

ભારતનો ૪૦૦મો વન-ડે વિજય, કોહલીની 13મી ફાસ્ટ સદીનો રેકોર્ડ


કોલંબો, તા.૩૧
વિરાટ કોહલીની શાનદાર સદી અને સુરેશ રૈનાના અણનમ ૫૮ રનની મદદથી ભારતે ચોથી વન-ડેમાં શ્રીલંકા સામે ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે પાંચ વન-ડેની શ્રેણીમાં ૩-૧થી અજેય સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૫૧ રન નોંધાવ્યા હતા. જવાબમાં ભારતે ૪૨.૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કોહલી અને રૈનાએ ચોથી વિકેટ માટે ૧૮.૪ ઓવરમાં ૧૪૬ રનની ભાગીદારી નોંધાવી વિજય અપાવ્યો હતો.
  • શ્રીલંકા સામે શ્રેણીમાં ૩-૧ની અજેય સરસાઇ
  • મનોજ તિવારીની ચાર વિકેટ
ભારતે શ્રીલંકા સામે શ્રેણી જીતવાનો દબદબો જાળવી રાખ્યો હતો. શ્રીલંકા ૧૯૯૭ બાદ ભારત સામે શ્રેણી જીતી શક્યું નથી.૨૫૨ રનના લક્ષ્યાંક સામે ગંભીર શૂન્ય રને આઉટ થતા ભારતની શરૂઆત ખરાબ રહી હતી. સેહવાગ સારી શરૂઆતને મોટી ઈનિંગ્સમાં ફેરવવા નિષ્ફળ રહેતા ૩૪ રને આઉટ થયો હતો. રોહિત શર્માએ ફરી એક વખત ૪ રને અને તિવારી ૨૧ રને આઉટ થતા ભારતે ૧૦૯ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી અને રૈના ભારતની વ્હારે આપી વિજય અપાવ્યો હતો.
કોહલીની ૧૩મી સદી
વિરાટ કોહલીએ વન-ડે કારકિર્દીની ૧૩મી અને છેલ્લી આઠ ઇનિંગ્સમાં પાંચમી સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીએ ભારત માટે સૌથી વધુ સદી કરવામાં યુવરાજસિંહની બરાબરી કરી છે. કોહલીએ છેલ્લી ૧૦ ઇનિંગ્સમાં ૮૫૦ રન કર્યા છે.
ભારત અનોખી ક્લબમાં
ભારતે આજે વન-ડે ક્રિકેટમાં ૪૦૦મો વિજય મેળવ્યો હતો. આ સિદ્ધિ મેળવનારી ભારત ત્રીજી ટીમ બની છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા ૪૯૦ અને પાકિસ્તાન ૪૧૬ વિજય મેળવી ચુક્યા છે. ભારતે ૮૦૮ વન-ડેમાંથી ૪૦૦માં વિજય અને ૩૬૭માં પરાજયનો સામનો કર્યાે છે.
સૌથી વધુ વન-ડે વિજય
ટીમમેચજીતહાર
ઓસી.૭૯૭૪૯૦૨૭૨
પાકિસ્તાન૭૭૪૪૧૬૩૩૫
ભારત૮૦૮૪૦૦૩૬૭
વિન્ડીઝ૬૭૭૩૫૧૨૯૬
શ્રીલંકા૬૭૧૩૧૩૩૨૭
 
 
શ્રીલંકારન     બોલ   ૪      ૬      
તરંગા સ્ટ. ધોની બો. અશ્વિન૫૧૭૩
દિલશાન કો. ધોની બો. ડિન્ડા૪૨૪૮
થિરીમને બો. અશ્વિન૪૭૬૯
ચંદીમલ કો. ઈરફાન બો. તિવારી૨૮૩૨
જયવર્દને કો. ધોની બો. સહેવાગ
મેથ્યુસ કો. કોહલી બો. તિવારી૧૪૩૪
મેન્ડિસ બો. તિવારી૧૭૧૬
પરેરા કો. રૈના બો. તિવારી
હેરાથ અણનમ૧૭૧૫
મલિંગા અણનમ૧૫
એકસ્ટ્રા : ૧૫, કુલ : (૫૦ ઓવરમાં, ૮ વિકેટે) ૨૫૧, વિકેટ : ૧-૯૧ (દિલશાન, ૧૮.૨), ૨-૧૦૨ (તરંગા, ૨૧.૧), ૩-૧૫૨ (ચંદીમલ. ૩૧.૪), ૪-૧૫૫ (જયવર્દને, ૩૨.૧), ૫-૧૯૦ (મેથ્યુસ, ૪૧.૧), ૬-૨૧૩ (મેન્ડિસ, ૪૫.૧), ૭-૨૧૮ (પરેરા, ૪૫.૬), ૮-૨૧૯ (થિરીમને, ૪૬.૬). બોલિંગ : ઝહિર : ૬-૦-૩૬-૦, ઈરફાન : ૬-૦-૨૭-૦, ડિન્ડા : ૬-૦-૨૮-૧, કોહલી : ૨-૦-૭-૦, સેહવાગ : ૮-૧-૩૮-૧, અશ્વિન : ૧૦-૧-૪૬-૨, તિવારી : ૧૦-૧-૬૧-૪, રોહિત શર્મા : ૨-૦-૬-૦.
ભારતરન    બોલ  ૪      ૬      
ગંભીર બો. મલિંગા
સેહવાગ કો.(સબ) બો. મેથ્યુસ૩૪૨૯
કોહલી અણનમ૧૨૮૧૧૯૧૨
શર્મા એલબી બો. પ્રદિપ૧૪
તિવારી એલબી બો. મેન્ડિસ૨૧૩૮
રૈના અણનમ૫૮૫૧
એકસ્ટ્રા : ૧૦, કુલ : (૪૨.૨ ઓવરમાં, ૪ વિકેટે) ૨૫૫, વિકેટ : ૧-૦ (ગંભીર, ૦.૫), ૨-૫૨ (સેહવાગ, ૯.૨), ૩-૬૦ (રોહિત શર્મા, ૧૨.૪), ૪-૧૦૯ (તિવારી, ૨૩.૪). બોલિંગ : મલિંગા : ૮-૧-૪૧-૧, પરેરા : ૬-૦-૫૧-૦, મેથ્યુસ : ૬-૧-૧૮-૧, પ્રદિપ : ૮-૦-૫૨-૧, હેરાથ : ૭-૦-૪૪-૦, મેન્ડિસ : ૬-૦-૩૭-૧, દિલશાન : ૧.૨-૦-૧૦-૦.
 શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્દને ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા હતો. ભારતની ટીમમાં રાહુલ શર્માના સ્થાને મનોજ તિવારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શ્રીલંકાની ટીમમાં ઉદના-સંગાકારાને સ્થાને નુવાન પ્રદિપ-થિરીમનેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દિલશાન અને તરંગાએ ૧૮.૨ ઓવરમાં ૯૧ રન ભાગીદારી બનાવી હકારાત્મક શરૂઆત અપાવી હતી. તરંગા ૫૧ અને દિલશાન ૪૨ રન બનાવી આઉટ થયા હતા. આ બન્નેના આઉટ થયા બાદ થિરીમને બાજી સંભાળી ટીમને મજબુત આપી હતી. થિરીમને ૪૭ રને આઉટ થયા બાદ બીજા ખેલાડીઓ મોટી ઈનિંગ્સ રમી શક્યા ન હતા. ભારત તરફથી મનોજ તિવારીએ સૌથી વધુ ૪ વિકેટ ઝડપી હતી.

No comments:

Post a Comment