Sunday, March 10, 2013

સાત વર્ષના આર્યને દક્ષિણ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત સર કર્યો


નવી દિલ્હી, તા. ૯
નૌસેના અધિકારીના પુત્રે એવરેસ્ટ પર પણ ત્રિરંગો લહેરાવ્યો છે
ભારતીય નૌસેનાના અધિકારીના સાત વર્ષના પુત્ર આર્યન બાલાજીએ વધુ એક રેકોર્ડ તેના નામે કરી લીધો છે. આફ્રિકામાં આવેલા સૌથી ઊંચા પર્વતને સર કરનારો તે સૌથી નાની ઉંમરનો પર્વતારોહક બની ગયો છે. ચાલુ વર્ષે ૨૫મી ફેબ્રુઆરીએ આર્યને માઉન્ટ કિલિમાન્જેરો પર ચડીને ઇતિહાસ સર્જ્યો હતો. કિલિમાન્જેરો પર્વતની ટોચ પર ભારતીય ત્રિરંગો લહેરાવીને તેણે ગજબની હિંમત અને બહાદુરીનો પરિચય કરાવ્યો હતો. આફ્રિકાના સૌથી ઊંચા પર્વત પર ચડાઈ કરનારો તે દુનિયાની સૌથી નાની વયની વ્યક્તિ છે.
સાત વર્ષના આર્યને અદ્ભુત શારીરિક અને માનસિક શક્તિ દર્શાવી હતી. આ અગાઉ મે, ૨૦૧૨માં નેપાળમાં આવેલા માઉન્ટ એવરેસ્ટ પર ચડીને આર્યને પહેલેથી જ વિક્રમ તેના નામે નોંધાવી લીધો છે, ઉપરાંત સૌથી નાની ઉંમરે માઉન્ટ કાલાપટ્ટાર સર કરવાનો વિક્રમ પણ ૧૫મી મેના રોજ તેણે પોતાનાં નામ પર નોંધાવ્યો હતો.
માઉન્ટ એવરેસ્ટ પર ચડાણને પૃથ્વી પરનું સૌથી મુશ્કેલ કામ માનવામાં આવે છે. માર્ચ ૨૦૧૨માં તેણે અન્ય એક સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી. આર્યને દુનિયામાં સૌ પ્રથમ વાર સમૃદ્રની નીચે ૮ મીટર ઊંડો કૂદકો માર્યો હતો. આર્યનના પિતા કમાન્ડર બાલાજીએ માઉન્ટ એવરેસ્ટ, સાઉથ પોલે અને નોર્થ પોલેનાં ખેડાણ સહિત સાહસો કરીને સફળતા પ્રાપ્ત કરી છે.

No comments:

Post a Comment