નવી દિલ્હી 21, માર્ચ
ભારતે કોઇ સ્ટેડિયમમાં સૌથી વધુ વિજય મેળવ્યા હોય તો તે દિલ્હીનું ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ છે. ભારતનો આ ગ્રાઉન્ડમાં છેલ્લે ૧૯૮૭માં વેસ્ટ ઇન્ડીઝ સામે પરાજય થયો હતો. આ પછી રમાયેલી ૯ ટેસ્ટમાંથી ભારતનો ૮મા વિજય થયો છે જ્યારે ૧ ડ્રો પરિણમી છે. ભારતે કોટલામાં ૩૧માંથી ૧૧ ટેસ્ટમાં વિજય, ૬મા પરાજય થયો છે જ્યારે ૧૪ ડ્રો પરિણમી છે. ઓસ્ટ્રેલિયાએ કોટલામાં ભારત સામે એકમાત્ર ટેસ્ટ વિજય ૧૯૫૯માં મેળવ્યો હતો. ફિરોઝ શાહ કોટલામાં રમાયેલી ૩૧ ટેસ્ટમાંથી પાંચમા પ્રથમ બેટિંગ કરનારી ટીમના અને ૧૨મા બીજી બેટિંગ કરનારી ટીમના વિજય થયા છે.
રેકોર્ડબુક
ટેસ્ટશ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના વ્હાઇટવોશ
અંતર | વિ. | યજમાન | વર્ષ |
૩-૦ | ઇંગ્લેન્ડ | ઇંગ્લેન્ડ | ૧૮૮૬ |
૪-૦ | દ.આફ્રિકા | દ.આફ્રિકા | ૧૯૭૦ |
૩-૦ | પાકિસ્તાન | પાકિસ્તાન | ૧૯૮૨ |
- : ભારત-ઓસ્ટ્રેલિયા ૮૬ વાર ટેસ્ટમાં ટકરાયા છે, ભારતનો જેમાંથી ૩૮મા વિજય, ૨૩મા પરાજય થયો છે, ૧ ટેસ્ટ ટાઇ, ૨૩ ડ્રો પરિણમી છે.
- : ભારતે ત્રણ કે તેથી વધુ ટેસ્ટની શ્રેણીમાં માત્ર બે વાર હરીફ ટીમનો વ્હાઇટવોશ કરેલો છે. ભારતે ૧૯૯૩માં ઇંગ્લેન્ડનો અને ૧૯૯૪માં શ્રીલંકાનો ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. આ બંને ટેસ્ટશ્રેણી ઘરઆંગણે રમાઇ હતી અને તેમાં મોહમ્મદ અઝહરુદ્દીન જ કેપ્ટન હતો.
- : સચિન તેંડુલકરે કોટલામાં ૯ ટેસ્ટમાં ૭૨૬ રન નોંધાવ્યા છે, જેમાં બે સદી- ચાર અડધી સદીનો સમાવેશ થાય છે.
- : પ્રજ્ઞાાન ઓઝા ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦ શિકાર પૂરા કરવાથી એક વિકેટ દૂર છે. ઓઝાએ ૨૧ ટેસ્ટમાં ૯૯ વિકેટ ખેરવી છે.
- : મુરલી વિજયને ટેસ્ટમાં ૧ હજાર રન પૂરા કરવા ૨૯ રનની જરૃર છે. વિજયે ૧૫ ટેસ્ટમાં ૩૮.૯૪ની એવરેજથી ૯૭૧ રન નોંધાવ્યા છે.
સોનિયાએ મુલાયમ સામે હાથ જોડયા | |
મુલાયમસિંહ માટે અભદ્ર ટિપ્પણી કરનાર બેનીપ્રસાદને કેબિનેટમાંથી હટાવવાની માગણીમાં મુલાયમસિંહ અને સમાજવાદીપાર્ટીના સભ્યોએ... |
દિલ્હીમાં ભારત વિ. ઓસ્ટ્રેલિયા
ડિસેમ્બર ૧૯૫૯ : ભારત (પ્રથમ દાવ) : ૧૩૫, ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) : ૪૬૮, ભારત (બીજો દાવ) : ૨૦૬. ઓસ્ટ્રેલિયાનો ઇનિંગ્સ ૧૨૭ રને વિજય.
નવેમ્બર ૧૯૬૯ : ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) : ૨૯૬, ભારત (પ્રથમ દાવ) : ૨૨૩, ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) : ૧૦૭, ભારત (બીજો દાવ) : ૧૮૧/૩. ભારતનો ૭ વિકેટે વિજય.
ઓક્ટોબર ૧૯૭૯ : ભારત (પ્રથમ દાવ) : ૫૧૦ (વિશ્વનાથ ૧૩૧, ગાવસ્કર ૧૧૫), ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૨૯૮, ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) ૪૧૩. ટેસ્ટ ડ્રો.
સપ્ટેમ્બર ૧૯૮૬ : ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૨૦૭/૩ ડિક., ભારત (પ્રથમ દાવ) ૧૦૭/૩. વરસાદને કારણે કુલ ૯૧ ઓવર શક્ય બની. ટેસ્ટ મેચ ડ્રો.
ઓક્ટોબર ૧૯૯૬ : ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૧૮૨, ભારત (પ્રથમ દાવ) ૩૬૧ (નયન મોંગિયા ૧૫૨), ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) : ૨૩૪ (કુંબલેની ૫ વિકેટ), ભારત (બીજો દાવ) ૫૮/૩. ભારતનો ૭ વિકેટે વિજય.
ઓક્ટોબર ૨૦૦૮ : ભારત (પ્રથમ દાવ) ૬૧૩ (ગંભીર ૨૦૬, લક્ષ્મણ ૨૦૦), ઓસ્ટ્રેલિયા (પ્રથમ દાવ) ૫૭૭, ભારત (બીજો દાવ) ૨૦૮/૫, ઓસ્ટ્રેલિયા (બીજો દાવ) : ૩૧/૦. ટેસ્ટ મેચ ડ્રો.
No comments:
Post a Comment