Sunday, March 10, 2013

સચિન સૌથી મહાન ખેલાડીઃ એલન ડોનાલ્ડ


નવી દિલ્હી, તા. ૧૦
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડે સચિન તેંડુલકરની સરખામણી ફૂટબોલના મહાન પ્લેયર ડિએગો મારાડોના અને પેલે સાથે કરી છે. ડોનાલ્ડે એક પુસ્તકમાં સચિન વિશે જણાવ્યું હતું કે, ફૂટબોલમાં જેમ મારાડોના અને પેલે જેવા દિગ્ગજ ખેલાડીઓનું સ્થાન ભરવું મુશ્કેલ છે તેવી જ રીતે ક્રિકેટમાં સચિન તેંડુલકરનું સ્થાન કોઈ ગ્રહણ કરી શકશે નહીં. સચિન જ્યારે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે ત્યારે ક્રિકેટમાંથી ક્રિકેટપ્રેમીઓને રસ ઓછો થઈ જશે. સચિન વગર ક્રિકેટની કલ્પના કરવી મુશ્કેલ છે.
ક્રિકેટમાં સૌથી મહાન ખેલાડી કોણ છે તેવા પ્રશ્નના જવાબમાં ડોનાલ્ડે સચિનનું નામ લીધું હતું. ડોનાલ્ડે જણાવ્યું હતું કે, ક્રિકેટમાં સચિનની તોલે બીજો એક પણ ક્રિકેટર આવી શકે નહીં. ૧૯૮૫માં મારા દાદાએ વિઝડન ક્રિકેટ મેગેઝિન દ્વારા મને સચિનનો પરિચય કરાવ્યો હતો જ્યારે તે યોર્કશાયર કાઉન્ટીમાં રમતો હતો ત્યારે મેં સચિનને પ્રથમ વખત જોયો હતો. સચિન એક નંબર વન પ્લેયર છે અને તે આજીવન નંબર વન રહેશે. મારા મતે આજીવન તે વિશ્વનો સૌથી મહાન ખેલાડી રહેશે.
બોલરોને સલાહ આપતાં ડોનાલ્ડે જણાવ્યું હતું કે, ટેસ્ટના બે દિવસ પહેલાં સચિન સામે રણનીતિ બનાવી શકાય નહીં. સચિન સામે મહિના પહેલાં રણનીતિ બનાવવી પડે છે. મેં ભારતમાં ૧૯૯૬ના પ્રવાસમાં કર્ટલી એબ્રોસ સાથે વાતચીત કરી હતી અને તેણે મને કહ્યું હતું કે, સચિન સામે ક્યારેય ૧૫ બોલ ખાલી જવા દેવા નહીં.

No comments:

Post a Comment