Tuesday, December 4, 2012

Sport ગપસપ : વર્ષ ૨૦૧૨ના ટોપ-૧૦ બેટ્સમેન


નવી દિલ્હી 4, ડિસેમ્બર
 આપણા ભારતમાં સૌથી વધારે લોકપ્રિય રમત હોય તો તે છે ક્રિકેટ. આજે આપણે જોઈએ કે ક્રિકેટની આ લોકપ્રિય રમતમાં 2012ના વર્ષમાં કોણ સૌથી વધારે શાનદાર પ્રદર્શન કરી શક્યાં છે.






વર્ષ ૨૦૧૨ના ટોપ-૧૦ બેટ્સમેન
બેટ્સમેનઇનિંગ્સરનએવરેજ
ક્લાર્ક૧૫૧૩૫૮૧૦૪.૪૬
અમલા૧૦૧૦૬૪૭૦.૯૩
કૂક૨૫૧૦૪૪૪૭.૪૫
ચંદ્રપોલ૧૫૯૮૭૯૮.૭૦
કાલિસ૧૫૯૪૪૬૭.૪૨
પીટરસન૨૧૯૨૦૪૬.૦૦
સેમ્યુઅલ્સ૧૧૮૬૬૮૬.૬૦
સ્મિથ૧૯૮૨૫૪૮.૫૨
ટેલર૧૮૮૧૯૫૪.૬૦
ડીવિલિયર્સ૧૬૮૧૫૫૮.૨૧
હવે જયવર્દનેની નિવૃત્તિ?
શ્રીલંકા ટીમના સુકાની મહેલા જયવર્દનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિના સંકેત આપ્યા છે. જયવર્દનેએ જણાવ્યું છે કે 'ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાપ્રવાસ પૂરો થયા બાદ હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા વિચારી રહ્યો છું. ઓસ્ટ્રેલિયાપ્રવાસ બાદ શ્રીલંકન ટીમની આગેવાની નહીં જ સંભાળું એ નિશ્ચિત છે.
 બિલ લોરી કોમેન્ટરીને અલવિદા કરશે
પર્થ : ચેનલ નાઇનના લિજેન્ડરી કોમેન્ટેટર બિલ લોરીએ કોમેન્ટરીમાંથી નિવૃત્તિ જાહેર કરવા નિર્ણય લીધો છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ બિલ લોરીની કોમેન્ટેટર તરીકેની અંતિમ બની રહેશે. ૧૯૭૭માં કેરી પેકર વર્લ્ડ સિરીઝથી બિલ લોરીએ કોમેન્ટટર તરીકે પદાર્પણ કર્યું હતું. ૭૫ વર્ષીય બિલ લોરી, રિચી બેનો, ટોની ગ્રેગ, માર્ક ટેલરની જોડી કોમેન્ટરીમાં આજે પણ ક્રિકેટપ્રેમીઓમાં ખૂબ લોકપ્રિય છે. લોરીએ તેમની ટેસ્ટ કારકિર્દીની ૬૭ મેચમાં ૫,૨૩૪ રન નોંધાવ્યા હતા.
 પૂજારા ક્લાસિક બેટ્સમેન છે : ડેક્સ્ટર
કોલકાતા : ઇંગ્લેન્ડના લિજેન્ડ ક્રિકેટર ટેડ ડેક્સટર ચેતેશ્વર પૂજારા ઉપર આવરી ગયા છે. ડેક્સટરે જણાવ્યું હતું કે 'છેલ્લા કેટલાક સમયમાં કોઇ યુવા બેટ્સમેને મને સૌથી વધુ પ્રભાવિત કર્યો હોય તો તે ચેતેશ્વર પૂજારા છે. પૂજારા ક્લાસિક બેટ્સમેન છે. ભારત પાસે પ્રતિભાની ખાણ છે, દ્રવિડ-લક્ષ્મણે નિવૃત્તિ લીધી છે તો તેમનું સ્થાન લેવા પૂજારા-કોહલી તૈયાર થઇ ગયા છે. આગામી સમયમાં પૂજારાને નામે અનેક રેકોર્ડ હશે તેવી મને ખાતરી છે.
 રેન્કિંગ : શૂટર વિજયકુમાર બીજા ક્રમે
નવી દિલ્હી : લંડન ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડાલિસ્ટ શૂટર વિજયકુમારના વર્લ્ડ રેન્કિંગમાં સુધારો થયો છે અને બીજા ક્રમે આવી ગયો છે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા જારી કરાયેલા રેપિડ ફાયર પિસ્તોલ રેન્કિંગમાં વિજયના ૨૬૬૫ પોઇન્ટ છે. પ્યુપો લોરિસ ૩૩૬૪ પોઇન્ટ સાથે રેન્કિંગમાં ટોચનાં સ્થાને છે.
 મોરિન્યો મેડ્રિડ સાથે કદાચ છેડો ફાડે
મેડ્રિડ : લા લીગામાં સાધારણ દેખાવ બાદ જોસ મોરિન્યો રિયલ મેડ્રિડ સાથે છેડો ફાડે તેવી સંભાવના વધી ગઇ છે. સ્પેનિશ મીડિયામાં રજૂ થયેલા અહેવાલ અનુસાર મોરિન્યો મેડ્રિડ સાથે છેડો ફાડવા વિચારી રહ્યા છે અને આ માટે તેમણે રિયલ મેડ્રિડના અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે. અલબત્ત, મોરિન્યોએ આ અહેવાલને ફગાવી દીધા છે અને ઉમેર્યું છે કે સિઝનની અધવચ્ચે ટીમનો સાથ છોડવામાં હું માનતો નથી.

No comments:

Post a Comment