સિડની, તા. ૧
વર્ષ ૨૦૧૨ના પ્રદર્શનને આધારે 'ફેરફેક્સ મીડિયા ટીમ ઓફ ૨૦૧૨'જાહેર કરવામાં આવી છે. વિરાટ કોહલી આ ટીમમાં સ્થાન મેળવનારો એકમાત્ર ભારતીય છે. ફેરફેક્સ મીડિયા ટીમ જાહેર કર્યા બાદ આયોજકોએ એક યાદીમાં જણાવ્યું હતું કે ' વર્લ્ડકપ વિજય બાદ આત્મસંતુષ્ટ થઇ જવાને કારણે ભારતનો દેખાવ કથળ્યો છે. કોહલી ભારતીય ટીમની એકમાત્ર ઉજળી આશા છે.' અન્ય જે પ્લેયર્સ આ ટીમમાં સ્થાન મેળળવામાં સફળ રહ્યા છે તેમાં એલિસ્ટેેર કૂક, હશિમ અમલા, માઇકલ ક્લાર્ક, માઇક હસ્સી, મેટ્ટ પ્રાયર, ગ્રીમ સ્વાન, પીટર સિડલ, ડેલ સ્ટેયન, જેમ્સ એન્ડરસનનો સમાવેશ થાય છે. રંગાના હેરાથને ૧૨મા પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
No comments:
Post a Comment