Thursday, May 16, 2013

વિશ્વનો સૌથી ઝડપી રોબોટ ઉસૈન બોલ્ટ કરતાં વધુ ઝડપે દોડે છે


લંડન, 14 મે
વિશ્વના સૌથી ઝડપી રોબોટે હવે સૌથી ઝડપી પુરુષને પાછળ રાખી દીધો છે. વિશ્વની સૌથી જૂની વેટ કોલેજ-ધી રોયલ વેટરનરી કોલેજે આફ્રિકન જંગલી પ્રાણી ચિત્તાનો પાંચ વર્ષ સુધી અભ્યાસ કરી વિશ્વનો સૌથી ઝડપી રોબોટ સર્જ્યો છે. અમેરિકન લશ્કરના ફંડમાંથી બનાવાયેલો રોબોટિક ચિત્તો હવે સૌથી ઝડપી પુરુષ ઉસૈન બોલ્ટને પણ પરાજિત કરી શકે છે.
લોકોમોટર બ્લોમિકેનિક્સના આરવાસાની નિષ્ણાત એલન વિલ્સને જણાવ્યું હતું કે આ રોબોટ હવે એક કલાકમાં ૨૯ માઇલ દોડે છે,જ્યારે બાલ્ટની સ્પીડ કલાકના ૨૭ માઇલની છે. સાચો ચિત્તો કલાકના ૭૦ માઇલની ઝડપે દોડી શકે છે.
રોબોટ ડિઝાઇનર્સ બોસ્ટન ડાયનેમિક્સે ડાયનેમિક ફ્રી ચાર પગવાળા રોબોટની ડિઝાઇન માટે કુદરતી પ્રાણીમાંથી પ્રેરણા મેળવી હતી. ચિત્તા પ્રોજેક્ટમાં એલનનો રોલ જંગલી પ્રાણીનો અભ્યાસ કરી તેને ઇજનેરી સિદ્ધાંતોનો ઉપયોગ કરી રોબોટ ડિઝાઇનર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ચિત્તા લોકોમોશનના મિકેનિક્સમાં રૃપાંતર કરવાનો હતો.
એલને જણાવ્યું હતું કે પ્રાણી કેવી રીતે દોડે છે, સ્થિર રહે છે અને તેના મસલ્સનો ઉપયોગ કરે છે તે જાણવા અમે ચિત્તાની ઝડપનો પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો, જેના મારફત અમને ઝડપથી દોડતો પગવાળો રોબોટ બનાવવામાં મદદ મળી હતી.
આરવીસી ખાતેના ઇવોલ્યુશનરી બાયોમિકેનિક્સના પ્રોફેસર ડો. જ્હોન આર. હચિસને ઉમેર્યું હતું કે ચિત્તા રોબોટ મિલિટરી ટેકનોલોજીમાં ભારે મદદરૃપ બને તેમ છે. દરેક પ્રદેશમાં ચાલી શકે તેવા ઝડપી વાહનો તે સર્જી શકે છે. આ રોબોટમાંથી પ્રેરણા લઇને બનાવાયેલું મશીન એક દિવસ સામાન્ય સૈનિક, તોપ જેવી કામગીરી પણ કરી શકશે એટલું જ નહિ, પરંતુ તે બચાવ અને શોધખોળની કામગીરી પણ કરી શકશે.
ડો. હચિસને ઉમેર્યું હતું કે, કોલાર પરની બેટરી સોલાર પાવરવાળી છે જે વૈજ્ઞાનિકોને કોઇ બ્રેક વગર વર્ષો સુધી ફોલો-અપ અને અભ્યાસ કરવામાં મદદ કરે છે.
નિષ્ણાતોએ વાઇલ્ડ-હાઇ-સ્પીડ વીડિયો કેમેરા અને કોલર સાથે જોડાયેલી મોશન સેન્સર્સ સહિતના સંખ્યાબંધ સાધનોમાંથી ચિત્તાનો અભ્યાસ કર્યો હતો. આ કાર્ય માટે ટીમે ચિત્તા પરના કોલર સાથે જોડાયેલા ૩૦ ગ્રામ જીપીએસ ઇનઅર્સિયલ  મેઝરમેન્ટ યુનિટનો ઉપયોગ કર્યો હતો.યુનિટમાંનો ડેટા સ્પીડ, પોઝિશન, એક્સિલરેશન અને ઓરિએન્ટેશનનું માપ આપતો હતો. આવા માપ મારફત કોણિય ઝડપ અને ગતિની પ્રયોગ દરમિયાન ગણતરી કરવામાં આવી હતી, જેવી રીતે ચિત્તો શિકાર કરવા દરમિયાન ગતિ કરે છે, તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
લોકોમોશન(મસલ, ટેન્ડોન અને બાયોમિકેનિક્સ) રિસર્ચ ગ્રૂપના વડા એલન છે તે ગ્રૂપને ચિત્તામાં શિકાર કરવાની ડાયનિમિક્સ અને એનર્ર્જેટિક્સનો અભ્યાસ કરવા માટે ૬ લાખ પાઉન્ડની ગ્રાન્ટ આપવામાં આવી હતી, જેથી ચિત્તો આટલા ઝડપે કેમ દોડી શકે છે તે જાણી શકાય. કોલર્સે ચિત્તો ક્યાં છે અને તે કેવી રીતે ચાલે છે , વિરામ કરે છે અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ તે કેવી રીતે શિકાર કરે છે તેના પર મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ચિત્તો ઝડપથી દોડે છે ત્યારે મળેલી વિસ્તૃત માહિતી મુજબ સેકન્ડદીઠ ૩૦૦ વાર સુધીનો લોગિંગ ડેટા હતો. મળેલા ડેટા મુજબ અમે ચિત્તાનો શિકાર કરવા સમયની રફ્તારને પુનઃનિર્માણ કરી હતી, તેમ એલને જણાવ્યું હતું.          

No comments:

Post a Comment