Friday, May 3, 2013

સૌથી વધુ સિક્સ : ગેઇલ 'ધ અનસ્ટોપેબલ' - રેકોર્ડ


બેંગ્લોર 12, એપ્રિલ
આઇપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં ક્રિસ ગેઇલનો ઈજારો છે. ગેઇલે આઇપીએલની ૪૭ મેચમાં ૧૬૪ બાઉન્ડ્રી અને ૧૪૩ સિક્સ ફટકારેલી છે. આમ, ગેઇલે આઇપીએલમાં તેના કુલ ૧૯૯૫ રનમાંથી ૧૪૯૫ રન તો બાઉન્ડ્રી-સિક્સ વડે જ પૂરા કર્યા છે. આઇપીએલમાં સૌથી વધુ સિક્સમાં ગેઇલ બાદ રૈનાનો ક્રમ આવે છે. રૈના ૯૭ સિક્સ સાથે બીજા, ગિલક્રિસ્ટ ૮૭ સિક્સર સાથે ત્રીજા, રોહિત શર્મા ૮૭ સિક્સર સાથે ચોથા અને યુુસુફ પઠાણ ૮૩ સિક્સર સાથે પાંચમાં ક્રમે છે. ગેઇલે આજે ઇનિંગ્સ દરમિયાન ૯ સિક્સ ફટકારી હતી. ગેઇલ તેની તમામ કક્ષાની ટ્વેન્ટી૨૦ કારકિર્દીમાં કુલ ૩૬૩ સિક્સ ફટકારી ચૂક્યો છે. આ યાદીમાં ૨૪૬ સિક્સ સાથે પોલાર્ડ બીજા સ્થાને છે.

No comments:

Post a Comment