Monday, May 20, 2013

ગુજ્જુ ગર્લ્સનો ફૂટબોલમાં ઈતિહાસ


અમદાવાદ, તા. ૧
પ્રથમ વાર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
ગુજરાતીઓ ધીરે ધીરે સ્પોર્ટ્સમાં કાઠું કાઢી રહ્યા છે. આજથી થોડા સમય અગાઉ ગુજરાતીઓ એટલે ફૂટબોલની રમતમાં સાવ કંગાળ એવી માન્યતા હતી. હવે આ માન્યતા મિટાવવી પડે એવો સમય આવી ગયો છે. આવતા મહિનાને અંતે કે માર્ચની શરૃઆતમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા સિનિયર નેશનલ ગર્લ્સ ફૂટબોલ ચેમ્પિયનશિપ યોજાશે. આ ચેમ્પિયનશિપમાં ગુજરાતે પ્રથમ વાર પોતાની ટીમ મોકલવા નિર્ણય લીધો છે. તાજેતરમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ચેમ્પિયનશિપનાં પ્રદર્શનને આધારે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને ૩૦ સંભવિતોની પસંદગી કરી છે. આ સંભવિતોનો કેમ્પ આગામી દિવસોમાં યોજાશે. કેમ્પનાં પ્રદર્શનને આધારે નેશનલ ચેમ્પિયનશિપ માટે ૨૦ સભ્યની પસંદગી કરવામાં આવશે. જીએસએફએના જનરલ સેક્રેટરી ગુલાબ ચૌહાણે જણાવ્યું હતું કે 'આપણી ટીમ ઈતિહાસમાં પ્રથમ વાર નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે, જે ગર્વની વાત છે. ગુજરાતની ગર્લ્સ ટીમની પ્રતિભા જોઇ અમે તેને નેશનલ ચેમ્પિયનશિપમાં મોકલવા નિર્ણય લીધો છે. નેશનલ ચેમ્પિયનશિપ માટે સંભવિતોનો કેમ્પ ક્યારે યોજાશે એ અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે.'
સંભવિતો :
તેહસિન તોલીવાલા (ભરૃચ), કનિકા મક્કર (અમદાવાદ),મોસમ પટેલ (સુરત), મેરલિન માર્ટિના (ગાંધીનગર), કવિતા પ્રભાકરન (ગાંધીનગર), રાધા મોરી (રાજકોટ), માનસી પટેલ, અંજલિ અગ્રવાલ (બરોડા), દીપ્તિ સોનટક્કે, ખુશ્બુ પટેલ (અમદાવાદ), કરિશ્મા પિલ્લાઇ (ગાંધીનગર), રેખા વાઘેલા (રાજકોટ), હિમા પટેલ (ભરૃચ), આરતી બી. વર્મા (સાબરકાંઠા), દક્ષા પરમાર (રાજકોટ), સિરી શરવૈયા, શક્તિ ગોહિલ (ગાંધીનગર), નિરાલી ભટ્ટ (બરોડા), આસુથા ગોરાડિયા, અનમોલ શેઠ (અમદાવાદ),ફાહિમા સાલેહ(ભરૃચ), પારી ગજેરા, નિમિષા ટાક (સુરત), નગમા ખીમાની (રાજકોટ), બિના સરવૈયા, સુરભી સોમ (ગાંધીનગર),ઉપાસના મહાજન, ધ્વનિ પટેલ (બરોડા), માનસી વખારિયા, જાનકી બન્જારા (અમદાવાદ).

No comments:

Post a Comment