Freestyle Canoeing. Look at gramps go! This is like regular canoeing, but with tricks and twists of your own imagination.
Hermit Crab Racing. Silly people...
Mud Pit Belly Flopping (MPBF). Yes! You also get to see lots of hot girls in bikinis ;-)
Quidditch. Any Harry Potter fans out there? This looks totally goofy, but we're all for unconventional here.
Segway Polo. I prefer horses to segway, but looks pretty cool anyway.
Cat Surfing. Take your furry pal on a ride of his life! He'll probably hate you afterwards though.
Toe Wrestling. Interesting, and Eww to the guy who is sucking on that toe, I think he's at the wrong convention.
Underwater Hockey. This would take hours, but hey summer is the time to have loads of free time.
Shopping Cart Racing. Take a stroll at you own risk of breaking a leg...
|
Sunday, May 26, 2013
10 Unconventional Sport Games You Have To Try This Summer
Monday, May 20, 2013
વર્લ્ડ ટીમ ઓફ ધ યર : વિરાટ કોહલી એકમાત્ર ભારતીય
સિડની, તા. ૧
વર્ષ ૨૦૧૨ના પ્રદર્શનને આધારે 'ફેરફેક્સ મીડિયા ટીમ ઓફ ૨૦૧૨'જાહેર કરવામાં આવી છે. વિરાટ કોહલી આ ટીમમાં સ્થાન મેળવનારો એકમાત્ર ભારતીય છે. ફેરફેક્સ મીડિયા ટીમ જાહેર કર્યા બાદ આયોજકોએ એક યાદીમાં જણાવ્યું હતું કે ' વર્લ્ડકપ વિજય બાદ આત્મસંતુષ્ટ થઇ જવાને કારણે ભારતનો દેખાવ કથળ્યો છે. કોહલી ભારતીય ટીમની એકમાત્ર ઉજળી આશા છે.' અન્ય જે પ્લેયર્સ આ ટીમમાં સ્થાન મેળળવામાં સફળ રહ્યા છે તેમાં એલિસ્ટેેર કૂક, હશિમ અમલા, માઇકલ ક્લાર્ક, માઇક હસ્સી, મેટ્ટ પ્રાયર, ગ્રીમ સ્વાન, પીટર સિડલ, ડેલ સ્ટેયન, જેમ્સ એન્ડરસનનો સમાવેશ થાય છે. રંગાના હેરાથને ૧૨મા પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
ગુજ્જુ ગર્લ્સનો ફૂટબોલમાં ઈતિહાસ
અમદાવાદ, તા. ૧
પ્રથમ વાર નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે
ગુજરાતીઓ ધીરે ધીરે સ્પોર્ટ્સમાં કાઠું કાઢી રહ્યા છે. આજથી થોડા સમય અગાઉ ગુજરાતીઓ એટલે ફૂટબોલની રમતમાં સાવ કંગાળ એવી માન્યતા હતી. હવે આ માન્યતા મિટાવવી પડે એવો સમય આવી ગયો છે. આવતા મહિનાને અંતે કે માર્ચની શરૃઆતમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારા સિનિયર નેશનલ ગર્લ્સ ફૂટબોલ ચેમ્પિયનશિપ યોજાશે. આ ચેમ્પિયનશિપમાં ગુજરાતે પ્રથમ વાર પોતાની ટીમ મોકલવા નિર્ણય લીધો છે. તાજેતરમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ચેમ્પિયનશિપનાં પ્રદર્શનને આધારે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને ૩૦ સંભવિતોની પસંદગી કરી છે. આ સંભવિતોનો કેમ્પ આગામી દિવસોમાં યોજાશે. કેમ્પનાં પ્રદર્શનને આધારે નેશનલ ચેમ્પિયનશિપ માટે ૨૦ સભ્યની પસંદગી કરવામાં આવશે. જીએસએફએના જનરલ સેક્રેટરી ગુલાબ ચૌહાણે જણાવ્યું હતું કે 'આપણી ટીમ ઈતિહાસમાં પ્રથમ વાર નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે, જે ગર્વની વાત છે. ગુજરાતની ગર્લ્સ ટીમની પ્રતિભા જોઇ અમે તેને નેશનલ ચેમ્પિયનશિપમાં મોકલવા નિર્ણય લીધો છે. નેશનલ ચેમ્પિયનશિપ માટે સંભવિતોનો કેમ્પ ક્યારે યોજાશે એ અંગે આગામી દિવસોમાં જાહેરાત કરાશે.'
સંભવિતો :
તેહસિન તોલીવાલા (ભરૃચ), કનિકા મક્કર (અમદાવાદ),મોસમ પટેલ (સુરત), મેરલિન માર્ટિના (ગાંધીનગર), કવિતા પ્રભાકરન (ગાંધીનગર), રાધા મોરી (રાજકોટ), માનસી પટેલ, અંજલિ અગ્રવાલ (બરોડા), દીપ્તિ સોનટક્કે, ખુશ્બુ પટેલ (અમદાવાદ), કરિશ્મા પિલ્લાઇ (ગાંધીનગર), રેખા વાઘેલા (રાજકોટ), હિમા પટેલ (ભરૃચ), આરતી બી. વર્મા (સાબરકાંઠા), દક્ષા પરમાર (રાજકોટ), સિરી શરવૈયા, શક્તિ ગોહિલ (ગાંધીનગર), નિરાલી ભટ્ટ (બરોડા), આસુથા ગોરાડિયા, અનમોલ શેઠ (અમદાવાદ),ફાહિમા સાલેહ(ભરૃચ), પારી ગજેરા, નિમિષા ટાક (સુરત), નગમા ખીમાની (રાજકોટ), બિના સરવૈયા, સુરભી સોમ (ગાંધીનગર),ઉપાસના મહાજન, ધ્વનિ પટેલ (બરોડા), માનસી વખારિયા, જાનકી બન્જારા (અમદાવાદ).
Thursday, May 16, 2013
વિશ્વનો સૌથી ઝડપી રોબોટ ઉસૈન બોલ્ટ કરતાં વધુ ઝડપે દોડે છે
લંડન, 14 મે
વિશ્વના સૌથી ઝડપી રોબોટે હવે સૌથી ઝડપી પુરુષને પાછળ રાખી દીધો છે. વિશ્વની સૌથી જૂની વેટ કોલેજ-ધી રોયલ વેટરનરી કોલેજે આફ્રિકન જંગલી પ્રાણી ચિત્તાનો પાંચ વર્ષ સુધી અભ્યાસ કરી વિશ્વનો સૌથી ઝડપી રોબોટ સર્જ્યો છે. અમેરિકન લશ્કરના ફંડમાંથી બનાવાયેલો રોબોટિક ચિત્તો હવે સૌથી ઝડપી પુરુષ ઉસૈન બોલ્ટને પણ પરાજિત કરી શકે છે.
લોકોમોટર બ્લોમિકેનિક્સના આરવાસાની નિષ્ણાત એલન વિલ્સને જણાવ્યું હતું કે આ રોબોટ હવે એક કલાકમાં ૨૯ માઇલ દોડે છે,જ્યારે બાલ્ટની સ્પીડ કલાકના ૨૭ માઇલની છે. સાચો ચિત્તો કલાકના ૭૦ માઇલની ઝડપે દોડી શકે છે.
રોબોટ ડિઝાઇનર્સ બોસ્ટન ડાયનેમિક્સે ડાયનેમિક ફ્રી ચાર પગવાળા રોબોટની ડિઝાઇન માટે કુદરતી પ્રાણીમાંથી પ્રેરણા મેળવી હતી. ચિત્તા પ્રોજેક્ટમાં એલનનો રોલ જંગલી પ્રાણીનો અભ્યાસ કરી તેને ઇજનેરી સિદ્ધાંતોનો ઉપયોગ કરી રોબોટ ડિઝાઇનર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા ચિત્તા લોકોમોશનના મિકેનિક્સમાં રૃપાંતર કરવાનો હતો.
એલને જણાવ્યું હતું કે પ્રાણી કેવી રીતે દોડે છે, સ્થિર રહે છે અને તેના મસલ્સનો ઉપયોગ કરે છે તે જાણવા અમે ચિત્તાની ઝડપનો પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો, જેના મારફત અમને ઝડપથી દોડતો પગવાળો રોબોટ બનાવવામાં મદદ મળી હતી.
આરવીસી ખાતેના ઇવોલ્યુશનરી બાયોમિકેનિક્સના પ્રોફેસર ડો. જ્હોન આર. હચિસને ઉમેર્યું હતું કે ચિત્તા રોબોટ મિલિટરી ટેકનોલોજીમાં ભારે મદદરૃપ બને તેમ છે. દરેક પ્રદેશમાં ચાલી શકે તેવા ઝડપી વાહનો તે સર્જી શકે છે. આ રોબોટમાંથી પ્રેરણા લઇને બનાવાયેલું મશીન એક દિવસ સામાન્ય સૈનિક, તોપ જેવી કામગીરી પણ કરી શકશે એટલું જ નહિ, પરંતુ તે બચાવ અને શોધખોળની કામગીરી પણ કરી શકશે.
ડો. હચિસને ઉમેર્યું હતું કે, કોલાર પરની બેટરી સોલાર પાવરવાળી છે જે વૈજ્ઞાનિકોને કોઇ બ્રેક વગર વર્ષો સુધી ફોલો-અપ અને અભ્યાસ કરવામાં મદદ કરે છે.
નિષ્ણાતોએ વાઇલ્ડ-હાઇ-સ્પીડ વીડિયો કેમેરા અને કોલર સાથે જોડાયેલી મોશન સેન્સર્સ સહિતના સંખ્યાબંધ સાધનોમાંથી ચિત્તાનો અભ્યાસ કર્યો હતો. આ કાર્ય માટે ટીમે ચિત્તા પરના કોલર સાથે જોડાયેલા ૩૦ ગ્રામ જીપીએસ ઇનઅર્સિયલ મેઝરમેન્ટ યુનિટનો ઉપયોગ કર્યો હતો.યુનિટમાંનો ડેટા સ્પીડ, પોઝિશન, એક્સિલરેશન અને ઓરિએન્ટેશનનું માપ આપતો હતો. આવા માપ મારફત કોણિય ઝડપ અને ગતિની પ્રયોગ દરમિયાન ગણતરી કરવામાં આવી હતી, જેવી રીતે ચિત્તો શિકાર કરવા દરમિયાન ગતિ કરે છે, તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું.
લોકોમોશન(મસલ, ટેન્ડોન અને બાયોમિકેનિક્સ) રિસર્ચ ગ્રૂપના વડા એલન છે તે ગ્રૂપને ચિત્તામાં શિકાર કરવાની ડાયનિમિક્સ અને એનર્ર્જેટિક્સનો અભ્યાસ કરવા માટે ૬ લાખ પાઉન્ડની ગ્રાન્ટ આપવામાં આવી હતી, જેથી ચિત્તો આટલા ઝડપે કેમ દોડી શકે છે તે જાણી શકાય. કોલર્સે ચિત્તો ક્યાં છે અને તે કેવી રીતે ચાલે છે , વિરામ કરે છે અને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ તે કેવી રીતે શિકાર કરે છે તેના પર મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ચિત્તો ઝડપથી દોડે છે ત્યારે મળેલી વિસ્તૃત માહિતી મુજબ સેકન્ડદીઠ ૩૦૦ વાર સુધીનો લોગિંગ ડેટા હતો. મળેલા ડેટા મુજબ અમે ચિત્તાનો શિકાર કરવા સમયની રફ્તારને પુનઃનિર્માણ કરી હતી, તેમ એલને જણાવ્યું હતું.
Friday, May 3, 2013
સૌથી વધુ સિક્સ : ગેઇલ 'ધ અનસ્ટોપેબલ' - રેકોર્ડ
બેંગ્લોર 12, એપ્રિલ
આઇપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારવામાં ક્રિસ ગેઇલનો ઈજારો છે. ગેઇલે આઇપીએલની ૪૭ મેચમાં ૧૬૪ બાઉન્ડ્રી અને ૧૪૩ સિક્સ ફટકારેલી છે. આમ, ગેઇલે આઇપીએલમાં તેના કુલ ૧૯૯૫ રનમાંથી ૧૪૯૫ રન તો બાઉન્ડ્રી-સિક્સ વડે જ પૂરા કર્યા છે. આઇપીએલમાં સૌથી વધુ સિક્સમાં ગેઇલ બાદ રૈનાનો ક્રમ આવે છે. રૈના ૯૭ સિક્સ સાથે બીજા, ગિલક્રિસ્ટ ૮૭ સિક્સર સાથે ત્રીજા, રોહિત શર્મા ૮૭ સિક્સર સાથે ચોથા અને યુુસુફ પઠાણ ૮૩ સિક્સર સાથે પાંચમાં ક્રમે છે. ગેઇલે આજે ઇનિંગ્સ દરમિયાન ૯ સિક્સ ફટકારી હતી. ગેઇલ તેની તમામ કક્ષાની ટ્વેન્ટી૨૦ કારકિર્દીમાં કુલ ૩૬૩ સિક્સ ફટકારી ચૂક્યો છે. આ યાદીમાં ૨૪૬ સિક્સ સાથે પોલાર્ડ બીજા સ્થાને છે.
Thursday, May 2, 2013
જાણો : IPLમાં બનેલ રસપ્રદ રેકોર્ડ્સ
મુંબઈ 18, એપ્રિલ
૧૮ એપ્રિલે એટલે કે ૧ વર્ષ અગાઉ ઇન્ડિયન પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની શરૃઆત થઇ હતી. હાલ રમાઇ રહેલી છઠ્ઠી સિઝન સાથે જ આઇપીએલમાં થયેલા કુલ રનનો આંક ૧ લાખ ઉપર પહોંચી ગયો છે. આઇપીએલ-૬ અગાઉ કુલ પાંચ સિઝનમાં ૯૬૭૨૨ રન થયા હતા. આમ, પ્રતિ સિઝન સરેરાશ ૧૯,૩૪૪ રન થયા છે.આઇપીએલમાં અત્યાર સુધી કુલ છ બેટ્સમેન ૨ હજાર કરતાં વધુ રન નોંધાવી ચૂક્યા છે. આ ઉપરાંત કુલ ૩૨ વાર ટીમે ૨૦૦ કરતાં વધુનો સ્કોર કર્યો છે. એક જ સિઝનમાં સૌથી વધુ ૨૮૩૧ રન કરવાનો રેકોર્ડ ચેન્નાઇ સુપર કિંગ્સને નામે છે, ગઇ સિઝનમાં ધોનીની ટીમે આ સિદ્ધિ મેળવી હતી. આઇપીએલમાં આવા જ કેટલાક રસપ્રદ રેકોર્ડ ઉપર એક નજર..
- કુલ રન ૧,૦૩,૨૯૧
૨૫.૬૧ પ્રતિ વિકેટ એવરેજ, ૨૦ ઓવરમાં સરેરાશ ૧૫૭.૭૧ રન
૭.૮૯ પ્રતિ ઓવર એવરેજ, પ્રતિ ઇનિંગ્સ સરેરાશ ૫.૮૭ વિકેટ
૩૨૫૦ સિક્સ અત્યાર સૂુધી જોવા મળી છે, ૯૧૫૯ બાઉન્ડ્રી અત્યાર સુધી જોવા મળી છે.
૬.૩૨ દરેક બોલે બાઉન્ડ્રી કે સિક્સ, પ્રતિ ૨૪ બોલે એક સિક્સ
સૌથી વધુ રનનો રેકોર્ડ
૧૩૩૧૪ રન ચેન્નાઇ સુપર કિંગ્સે આઇપીએલમાં કુલ નોંધાવ્યા છે, જે અન્ય ટીમ કરતાં સૌથી વધુ છે.
૩૦.૧૮ રન પ્રતિ વિકેટની એવરેજ
બોલિંગમાં સર્વશ્રેષ્ઠ મુંબઇ ઇન્ડિયન્સ
૨૨.૯૪ની એવરેજથી ૫૧૫ વિકેટ
૭.૩૪ રન પ્રતિ ઓવર ઇકોનોમી રેટ
વિકેટની રીતે સિઝનમાં શ્રેષ્ઠ દેખાવ
૨૦૦૯ માં ચેમ્પિયન બની ડેક્કન ચાર્જર્સ
૨૧.૭૦ની એવરેજથી ૧૧૦ વિકેટ
એક સિઝનમાં શ્રેષ્ઠ બોલિંગ એવરેજ
૨૦૦૯ દિલ્હી ડેરડેવિલ્સ ૨૦.૩૫ની એવરેજથી ૧૦૬ વિકેટ
Subscribe to:
Posts (Atom)