Sunday, September 8, 2013

કુશ્તીને ફરીથી ઓલિમ્પિકમાં મળ્યુ સ્થાન


બ્યૂનીસ આયરીસ, 8 સપ્ટેમ્બર

આજે રવિવારે થયેલા મતદાનમાં કુશ્તીએ તેના જેવી બીજી રમતો સ્ક્વોશ, બેઝબોલ જેવી રમતોને પાછળ રાખી ઓલિમ્પિકમાં સ્થાન મેળવી લીધુ છે. 1900ની સાલ સિવાય તમામ ઓલિમ્પિકમાં સ્થાન પામેલી રમત કુશ્તીને આશ્ચર્યજનક રીતે ફેબ્રુઆરીમાં નવી રમતો ને સ્થાન આપવા ઓલિમ્પિકમાંથી દુર કરી હતી.

ત્યારબાદ રમતોની પસંદગી માટે મતદાન કરવામાં આવેલુ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમીતીમાં 95 મત માંથી કુશ્તીને 49 મત મળ્યા હતા જ્યારે સ્પર્ધામાં રહેલી બીજી રમત બેઝબોલને 24 અને સ્ક્વોશને 22 મત મળ્યા હતા. આથી કુશ્તીને વિજેતા ગણી તેને ફરી ઓલિમ્પિકમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

ભારતને અત્યાર સુધી કુશ્તીમાં 4 ઓલિમ્પિક પદક મળેલા છે જેમાં બે પદક સુશીલ કુમારને મળ્યા છે.

No comments:

Post a Comment