Sunday, September 8, 2013

પેસ-સ્ટેપાનેકની જોડીની યુએસ ઓપનમાં શાનદાર જીત


ન્યુયોર્ક, 8 સપ્ટેમ્બર

આજે ન્યુયોર્કના આર્થર એશ સ્ટેડિયમમાં રમાયેલી યુએસ ઓપનની ડબલ્સ ફાઈનલમાં પેસ-સ્ટેપાનેકની જોડીએ તેના હરિફ પેયા-સોરેસને 6-1, 6-3થી સીધા સેટોમાં હાર આપી યુએસ ઓપનનો ખિતાબ પોતાને નામ કર્યો છે.

40 વર્ષીય ભારતીય ખેલાડી  લિયેન્ડર પેસનુ આ ત્રીજુ યુએસ ઓપન ગ્રાંડ સ્લેમ ટાઈટલ છે. અને તેની કારકિર્દીનુ આ 14મુ ગ્રાંડ સ્લેમ ટાઈટલ છે. આ સાથે તેણે સાબિત કરી દીધુ છે કે રમત માટે ઉંમરનુ મહત્વ હોતુ નથી. આજે પણ લિયેન્ડર પેસનો જુસ્સો એમનોએમ અકબંધ છે.

લિયેન્ડર પેસે આ પહેલાં 2006માં જેક રીપબ્લીકના માર્ટીન ડેમ સાથે અને લુકાસ ડલુહી સાથે યુએસ ઓપન ગ્રાંડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. લિયેન્ડર પેસે 6 મીક્ષ્ડ ડબલ્સ સાથે 14 ગ્રાંડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.

No comments:

Post a Comment