Sunday, September 8, 2013

ટોકિયો બીજી વાર બનશે ઓલિમ્પિકનું યજમાન, 2020ના રમતોત્સવનું આયોજન જાપાનમાં


બ્યૂનેસ આઈરીસ, 8 સપ્ટેમ્બર

આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનેસ આઈરીસમાં શનિવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ની બેઠકમાં 2020ના ઓલિમ્પિક ક્યા યોજવામાં આવશે એના માટે ગુપ્ત મતદાન થયુ હતું.

આ મતદાનના બીજા રાઉન્ડમાં ટોકિયો અને ઈસ્તંબુલ વચ્ચે ખુબ નજીકની સ્પર્ધા હતી, જેમાં ટોકિયો 60-36થી સ્પર્ધા જીતી 2020ના ઓલિમ્પિક માટેનું યજમાન શહેર બન્યું છે. પ્રબળ દાવેદાર ગણાતું સ્પેનનું માડ્રિડ પહેલાંજ રાઉન્ડમાં સ્પર્ધામાથી બહાર થઈ ગયું હતું. ટોકિયોએ માટે આ બીજો અવસર છે કે જેમાં એને ઓલિમ્પિકની યજમાની કરવાની તક મળી હોય. આ પહેલા 1964માં ટોકિયોમાં ઓલિમ્પિક સ્પર્ધાનુ આયોજન થઈ ચુક્યુ છે. ટોકિયો એશિયાનું પહેલું શહેર બનશે કે જ્યાં બીજી વખત ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 

No comments:

Post a Comment