નો ર્થ કોરિયાના પ્યોન્ગ્યાંગ પ્રાંતમાં આવેલું 'રૃનગ્રાડો મે ડે' હાલ દુનિયાનું સૌથી મોટું ફૂટબોલ સ્ટેડિયમ ગણાય છે.
આ સ્ટેડિયમની ક્ષમતા ૧.૫૦ લાખ દર્શકોને સમાવી શકવાની છે.
'રૃનગ્રાડો મે ડે' સ્ટેડિયમ સામ્યવાદી કલા સ્થાપત્યનો એક ઉત્તમ નમૂનો છે.૧૯૮૯માં ખુલ્લા મુકાયેલા આ સ્ટેડિયમનો પ્રારંભિક હેતુ તોતિંગ પરેડ તથા મોટા સામૂહિક કાર્યક્રમો યોજવાનો હતો.
અહીં નોર્થ કોરિયાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની મેચ પણ રમાવાની શરૃઆત થઈ ત્યાર પછી તેને સૌથી મોટા ફૂટબોલ ગ્રાઉન્ડનો દરજ્જો મળ્યો છે.
આ મેદાનની કરુણતા એ છે કે તે દુનિયાના એક એવા દેશમાં છે જ્યાં સામ્યવાદી સરમુખત્યારશાહી છે. આના લીધે જ આટલું મોટું સ્ટેડિયમ હોવા છતાં ત્યાં દુનિયાના સ્ટાર ફૂટબોલ પ્લેયર કદી રમ્યા નથી.
આ સ્ટેડિયમનો મેદાન વિસ્તાર ૨૨,૫૦૦ મીટરનો ઘેરાવો ધરાવે છે.સ્ટેડિયમના ભોંયતળિયાનો કુલ વિસ્તાર ૨,૦૭,૦૦૦ મીટરનો ઘેરાવો ધરાવે છે.
સ્ટેડિયમની છતનો ભાગ જમીનથી ૬૦ મીટર ઊંચો છે.
ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલા દુનિયાના સૌથી મોટા રમતોત્સવ અહીં જ યોજાયા છે, જેમાં એક લાખ જેટલા ખેલાડીઓ તથા દર્શકોએ ભાગ લીધો છે.૧૯૯૦માં શાસક કિમ જોંગ સામે બળવો પોકારનાર લશ્કરી જનરલ્સને આ સ્ટેડિયમમાં જ જાહેરમાં બાળી મૂકવામાં આવ્યા હતા.
મોટેભાગે આ સ્ટેડિયમમાં નોર્થ કોરિયાનો રાષ્ટ્રીય રમતોત્સવ યોજાય છે તથા લશ્કરી પરેડ યોજાય છે.