Friday, April 12, 2013

સેહવાગ ભારત માટે ફરી કદી નહીં રમી શકે'


લંડન,તા. ૧૧
જ્યોફ બોયકોટનો અભિપ્રાય
વીરેન્દ્ર સેહવાગ ભારત માટે ફરી કદી રમતો જોવા નહીં મળે તેવો ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની જ્યોફ બોયકોટે અભિપ્રાય વ્યક્ત કર્યો છે. જ્યોફ બોયકોટે જણાવ્યું હતું કે 'વીરેન્દ્ર સેહવાગ ભારત માટે ફરી રમતો જોવા મળે તેની મને કોઇ જ સંભાવના જણાતી નથી. ભારતે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટશ્રેણી ગુમાવી ત્યારથી જ મારું દૃઢપણે માનવું હતું કે ભારત માટે યુવા પ્લેયર્સને તક આપવાનો સમય હવે આવી ગયો છે. ભારતે યુવા પ્લેયર્સને વધુ તક આપવા માટે આખરે જે કદમ ભર્યું છે તે યોગ્ય છે. ભારતે ૨૦૧૫ના વર્લ્ડકપ માટે અત્યારથી જ ટીમ તૈયાર કરવાનું શરૃ કરી દીધું છે જે પ્રશંસનીય વાત છે. પ્લેયર્સની ઉંમર કરતાં તેના પ્રદર્શનને મહત્વ આપવામાં હું વધુ માનું છું.સેહવાગ છેલ્લા બે દાયકાનો ખૂબ જ સારો બેટ્સમેન હતો તેમાં બેમત નથી. સેહવાગને તેની કારકિર્દીમાં ફ્લેટ પિચ ઉપર જ સફળતા મળી છે, બાઉન્સી પિચ ઉપર તે ખાસ કોઇ કમાલ કરી શક્યો નથી. સચિન તેંડુલકરે ઉંમરના એક તબક્કે પહોંચ્યા બાદ પરિસ્થિતિ અનુસાર રમવાનું શરૃ કરી દીધું હતું પણ સેહવાગ માટે એ શક્ય જણાતું નથી. '
ઉલ્લેખનીય છે કે, સેહવાગે છેલ્લી ૮ ટેસ્ટમાં ૩૧.૩૮ની એવરેજથી ૪૦૮ રન અને છેલ્લી ૬ વન-ડેમાં ૩૦.૫ની એવરેજથી ૧૮૩ રન નોંધાવ્યા છે.

No comments:

Post a Comment