Sunday, September 30, 2012
Thursday, September 27, 2012
First London Olympics 1908-
First London Olympics 1908
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Some wonderful old pictures here ...
I can't decide whether my favourite is the stadium announcer, the bicycle polo or the women's high jump.
|
Tuesday, September 25, 2012
વિશ્વનાથન આનંદે ડ્રોથી સંતોષ માનવો પડયો
લંડન, તા. ૨૫ સપ્ટેમ્બર
વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે ચેસ માસ્ટર્સ ફાઇનલના પ્રથમ રાઉન્ડમાં સ્પેનના ફ્રાન્સિકો વાલેજ સામે ડ્રોથી સંતોષ માનવો પડયો હતો. સફેદ મોહરા સાથે રમી રહેલો આનંદ નબળા હરીફ સામે પ્રભાવશાળી શરૃઆત કરવામાં નિષ્ફળ રહ્યો હતો. આનંદે ઘણી ચાલ બદલી હતી પણ હરીફ ખેલાડીને માત આપી શક્યો ન હતો. મુકાબલો ડ્રો થતા આનંદે એક પોઇન્ટથી સંતોષ માનવો પડયો હતો.
આરોનિયન અને કારુઆના ત્રણ પોઇન્ટ સાથે ટોચનાં સ્થાને છે. આનંદ એક પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે. આનંદે હવે રિટર્ન મુકાબલામાં શાનદાર દેખાવ કરવો પડશે. અન્ય મુકાબલામાં અર્મેનિયાના લેવોન આરોનિયને રશિયાના કર્જાકિન સામે વિજય મેળવ્યો હતો. જ્યારે ઇટાલીના ફેબિયાનો કારુઆનાએ વિશ્વના નંબર વન ખેલાડી નોર્વેના મૈગ્નસ કાર્લસન સામે વિજય મેળવ્યો હતો.
Saturday, September 15, 2012
ધોની ICC વન-ડે ટીમ ઓફ ધ યરનો કેપ્ટન
કોલંબો, તા. ૧૪
સતત પાંચમા વર્ષે ભારતીય સુકાનીને બહુમાન
આઇસીસી વન-ડે ટીમ ઓફ ધ યર ૨૦૧૧-૧૨ની આગેવાની મહેન્દ્રસિંહ ધોનીને સોંપવામાં આવી છે. વન-ડે ટીમ ઓફ ધ યરમાં વિરાટ કોહલી, ગૌતમ ગંભીરને પણ સ્થાન મળ્યું છે. ૪ ઓગસ્ટ ૨૦૦૧થી ૬ ઓગસ્ટ ૨૦૧૨ સુધીના પ્રદર્શનને આધારે આ ટીમ પસંદ કરવામાં આવી છે.ધોનીની સતત પાંચમા વર્ષે વન-ડે ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે.
આઇસીસી વન-ડે ટીમ ઓફ ધ યર ૨૦૧૧-૧૨ની આગેવાની મહેન્દ્રસિંહ ધોનીને સોંપવામાં આવી છે. વન-ડે ટીમ ઓફ ધ યરમાં વિરાટ કોહલી, ગૌતમ ગંભીરને પણ સ્થાન મળ્યું છે. ૪ ઓગસ્ટ ૨૦૦૧થી ૬ ઓગસ્ટ ૨૦૧૨ સુધીના પ્રદર્શનને આધારે આ ટીમ પસંદ કરવામાં આવી છે.ધોનીની સતત પાંચમા વર્ષે વન-ડે ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે.
વન-ડે ટીમ ઓફ ધ યર :
ગૌતમ ગંભીર, એલિસ્ટેર કૂક, કુમાર સંગાકારા, વિરાટ કોહલી,એમએસ ધોની (સુકાની), માઇકલ ક્લાર્ક, શાહિદ આફ્રિદી, મોર્ને મોર્કેલ, સ્ટિવન ફિન્ન, લસિત મલિંગા, સઇદ અજમલ. શેન વોટ્સન (૧૨મો પ્લેયર)
આજે આઇસીસી એવોર્ડ્સ
શનિવારે ૮મા આઈસીસી ર્વાિષક એવોર્ડ્સ એનાયત કરવામાં આવશે. આઇસીસી એવોર્ડ્સમાં ભારતના માત્ર ત્રણ ક્રિકેટર્સને નોમિનેશન મળ્યું છે, જેમાં વિરાટ કોહલી, એમએસ ધોની અને સચિન તેંડુલકરનો સમાવેશ થાય છે. કુમાર સંગાકારાને સૌથી વધુ ચાર કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. રાત્રે ૧૦થી સ્ટાર ક્રિકેટ પર પ્રસારણ.
Subscribe to:
Posts (Atom)