Sunday, August 5, 2012

ફ્લેપ્સે 20મો ઓલિમ્પિક મેડલ જીતી અતુટ ઈતિહાસ રચ્યો


Aug 03, 2012

લંડન, તા. ૩
શનિવારે ફેલ્પ્સ સ્વિમિંગને અલવિદા કરશે
ગ્રેટેસ્ટ ઓલિમ્પિયન અને દિગગ્જ સ્વિમર અમેરિકાનો માઈકલ ફેલ્પ્સ શનિવારે ૪x ૧૦૦ મીટર મેડલી રિલેમાં ભાગ લેશે, જે તેની કારકિર્દીની અંતિમ ઈવેન્ટ બની રહેશે. આ ઈવેન્ટ બાદ વિશ્વના આ શ્રેષ્ઠ સ્વિમરનો જાદુ રમતપ્રેમીઓ જોઈ શકશે નહીં, કારણ કે લંડન ઓલિમ્પિક્સ બાદ ફેલ્પ્સે નિવૃત્તિની જાહેરાત પહેલાંથી જ કરી દીધી છે, આમ રમતપ્રેમીઓને શનિવાર બાદ ગ્રેટેસ્ટ ઓલિમ્પિયન માઈકલ ફેલ્પ્સની ખોટ પડશે. લંડન ઓલિમ્પિક્સમાં ફેલ્પ્સે ૬ ઈવેન્ટમાં ૨ ગોલ્ડ અને ૨ સિલ્વર સાથે કુલ ૪ મેડલ મેળવી ઓલિમ્પિક્સમાં કુલ મેડલનો આંક ૨૦ પર પહોંચાડયો છે. ૨૦ ઓલિમ્પિક્સ મેડલ જીતનાર ફેલ્પ્સ એકમાત્ર એથ્લેટ છે.
૨૫ વર્ષીય ફેલ્પ્સે ૩ ઓલિમ્પિક્સમાં ૨૦ મેડલ જીત્યા
ફેલ્પ્સ શુક્રવારે ૧૦૦ મીટર બટરફ્લાયમાં ભાગ લેશે. ફેલ્પસે અત્યાર સુધી મેન્સ ૨૦૦ મીટર બટરફ્લાયમાં સિલ્વર, મેન્સ ૨૦૦ મીટર ઈન્ડિવિડયુલ મેડલીમાં ગોલ્ડ, ૪x૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ રેલીમાં સિલ્વર, ૪x૨૦૦ મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ઓબામાએ ફેલ્પ્સને અભિનંદન પાઠવ્યાં
માઈકલ ફેલ્પ્સની ૨૦ ઓલિમ્પિક્સ મેડલ જીતવાની ઐતિહાસિક સિદ્ધિ બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ પ્રભાવિત થઈ ગયા છે. ઓબામાએ ટ્વિટર પર ફેલ્પ્સને અભિનંદન આપ્યાં હતાં. ઓબામાને આટલાથી સંતોષ ન થતાં તેમણે ફોન કરીને પણ ફેલ્પ્સની સિદ્ધિને બિરદાવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ આબામા પોતાની સિદ્ધિ બદલ ગર્વ અનુભવતા હોવાથી ફેલ્પ્સને આનંદ થયો હતો.

No comments:

Post a Comment