Sunday, November 25, 2012

અમદાવાદમાં ઐતિહાસિક વન-ડે : ૩૧ વર્ષ પૂરાં


અમદાવાદ, 24 નવેમ્બર
ભારતીય ધરતી ઉપર સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે યોજવાનું સદ્ભાગ્ય અમદાવાદને સાંપડેલું છે. આજથી બરાબર ૩૧ વર્ષ અગાઉ એટલે કે ૨૫ નવેમ્બર ૧૯૮૧ના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ (નવરંગપુરા) ખાતે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી. ભારતીય ધરતી ઉપર રમાયેલી આ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે.
સુનીલ ગાવસ્કરની આગેવાની હેઠળની ભારતીય ટીમમાં શ્રીકાંત,દિલીપ વેંગસરકર, ગુંડપ્પા વિશ્વનાથ, મદનલાલ, કિરમાણી, રવિ શાસ્ત્રી, રોજર બિન્ની, દિલીપ દોશીનો સમાવેશ થતો હતો. આ મેચમાં ઇંગ્લિશ ટીમે ભારતે આપેલો ૧૫૭નો લક્ષ્યાંક પાંચ વિકેટે વટાવી વિજય મેળવ્યો હતો. આ મેચ જોવા શહેરના ક્રિકેટપ્રેમીઓનો કેવો ક્રેઝ હતો અને ૩૧ વર્ષ અગાઉનું નવરંગપુરા સ્ટેડિયમ કેવું જણાતું હતું તે આ તસ્વીર ઉપરથી જોઈ શકાય છે.