Tuesday, June 26, 2012

એડમન્ડ હિલેરી પહેલા એવરેસ્ટ આરોહક


May 26, 2012


બાયોગ્રાફી
આખું નામઃ સર એડમન્ડ પાર્સિવલ હિલેરી
જન્મ તારીખઃ ૨૦ જુલાઈ, ૧૯૧૯
મૃત્યુ તારીખઃ ૧૧ જાન્યુઆરી, ૨૦૦૮
જન્મ સ્થળઃ ઓકલેન્ડ, ન્યૂઝિલેન્ડ
બેદિવસ પછી એવરેસ્ટ આરોહણને ૬૦મું વરસ બેસશે. ન્યૂઝિલેન્ડના પર્વતખેડૂ સર એડમન્ડ હિલેરી અને નેપાળી શેરપા તેનસિંગ નોર્ગેએ ભેગા મળીને ૧૯૫૩ની ૨૯મી મેના દિવસે એવરેસ્ટ પર પગરણ માંડયાં હતાં. એ સાહસસફરના લીડર એડમન્ડ હિલેરીને ઓળખીએ...
* સ્કૂલકાળથી જ પર્વતારોહણમાં રસ ધરાવતા હિલેરીએ ૧૯૩૯માં ન્યૂઝિલેન્ડનું માઉન્ટ ઓલિવર નામનું શિખર સર કરી પોતાની સાહસિક સફર આરંભી દીધેલી.
* રફ એન્ડ ટફ શોખ હોવાને કારણે તેમણે નોકરી પણ એરફોર્સની પસંદ કરેલી. બીજા વિશ્વયુદ્ધમાં તેઓ ન્યૂઝિલેન્ડની વાયુસેનામાં હતા. એ પછી તેઓ બ્રિટિશ પર્વતારોહી ટીમના મેમ્બર બનેલા.
* એ વખતે અને આજે પણ પૃથ્વી પરનું સર્વોત્તમ સાહસ એવરેસ્ટ આરોહણ ગણાય છે. નાના-મોટા પર્વતો પગતળે કર્યા પછી હિલેરીની મીટ એવરેસ્ટ તરફ હતી. એવરેસ્ટ તરફ જતી ટીમમાં તેઓ જોડાયા. દરેક પરદેશી ટીમ સાથે સ્થાનિક નેપાળી શેરપાઓ રહેતા. આ ટુકડી સાથે પણ હતા. એવરેસ્ટ ચડતાં ચડતાં રસ્તામાં કેટલાક મરાયા, કેટલાકે પ્રવાસ અટકાવ્યો અને કેટલાક પાછળ રહી ગયા. પરિણામે સૌથી પહેલા ઉપર પહોંચનારા બન્યા એડમન્ડ હિલેરી અને તેનસિંગ.
* એવરેસ્ટ સર કર્યા પછી એડમન્ડે હિમાલયની વારંવાર મુલાકાત લઈ બીજાં દસ શિખરો પણ સર કર્યાં. બર્ફીલી ભૂમિ દક્ષિણ ધ્રુવનો પણ તેમણે સફળતાપૂર્વક પ્રવાસ કર્યો અને પોતાની સાહસિક સફર સતત ચાલુ જ રાખી.
* ન્યૂઝિલેન્ડ સરકારે ત્યાંની પાંચ ડોલરની નોટ પર એડમન્ડ હિલેરીને સ્થાન આપ્યું છે.
* તેમણે બે વખત લગ્ન કરેલાં અને તેમનાં કુલ ૩ સંતાનો છે.
* ૨૦૦૮માં ૮૮ વર્ષની વયે હાર્ટ એટેકથી તેમનું મોત થયું. ત્યાં સુધીમાં એ ૨૦મી સદીના સર્વોત્તમ ૧૦૦ સાહસિકોમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા હતા.

Monday, June 25, 2012

Strongest People of Planet



Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos
 
Heaviest car balanced on the head (Guinness world records)
John Evans balanced a gutted Mini car weighing a total of 159.6kg (352lb) on his head for 33 seconds at The London Studios, London, England

Tuesday, June 19, 2012

રફેલ નડાલ બન્યો સાતમી વાર ફ્રેંન્ચ ઓપનનો બેતાજ બાદશાહ


Jun 11, 2012

પેરિસ, તા. ૧૧
રફેલ નડાલે ફરી એકવાર પુરવાર કરી દીધું છે કે તેને શા માટે ક્લે કોર્ટનો બાદશાહ ગણવામાં આવે છે. ટોચના ક્રમાંકિત સર્બિયાના નોવાક યોકોવિચને ૬-૪, ૬-૩, ૨-૬, ૭-૫થી હરાવી નડાલે સાતમી વખત ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમનું ટાઇટલ જીતી લીધું છે, આ સાથે જ નડાલે સૌથી વધુ ૬ વાર ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતવાનો બ્યોનબોર્ગનો રેકોર્ડ તોડયો છે.
યોકોવિચને હરાવી સૌથી વધુ ૭ વાર ફ્રેન્ચ ઓપન જીતવાનો રેકોર્ડ બનાવ્યો
વરસાદને કારણે નડાલ અને યોકોવિચ વચ્ચે મેન્સ સિંગલ્સની ફાઇનલ રવિવારે ૬-૪, ૬-૩,૨-૬થી અટકાવવી પડી હતી. નડાલે આજે વિજયની ઔપચારિક્તા ૩૫ મિનિટમાં પૂરી કરી લઇ ૧૧મું ગ્રાન્ડસ્લેમ પોતાને નામે કર્યું હતું. સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવામાં હવે માત્ર રોજર ફેડરર, પીટ સામ્પ્રાસ, રોય એમરસન જ આગળ છે. નડાલ આજે ૧૬મી ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં રમ્યો હતો.
કમાલનો રેકોર્ડ
નડાલ ફ્રેન્ચ ઓપનમાં કુલ ૫૨ મેચ રમ્યો છે અને જેમાંથી તે માત્ર એક મેચ હાર્યો છે. નડાલે આ એકમાત્ર મેચ ૨૦૦૯ના ચોથા રાઉન્ડમાં ગુમાવી હતી.
નોવાકનું બેડ લક
નોવાક યોકોવિચને ૪૪ વર્ષે ચારેય ગ્રાન્ડસ્લેમ ઉપર એકસાથે કબજો જમાવ્યો હોય તેવા સૌપ્રથમ પ્લેયર બનવા તક હતી, જોકે, પ્રથમ વાર ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં રમી રહેલો યોકોવિચ આ સિદ્ધિ મેળવવાથી ચૂકી ગયો હતો. યોકોવિચની આ સૌપ્રથમ ફ્રેન્ચ ઓપન ફાઇનલ હતી.
 
મારા માટે આ ખૂબ જ મોટું સન્માન છે, આ ટૂર્નામેન્ટ મારા માટે સ્પેશિયલ છે અને તેની ટ્રોફી મારા હાથમાં છે તો ખૂબ જ ભાવુક થઇ ગયો છું. આ મારી કારકિર્દીની સંભવતઃ સૌથી યાદગાર ક્ષણ છે.
-રફેલ નડાલ (ટાઇટલ જીત્યા બાદ)
 
૯ કરોડનું ઈનામ
ફ્રેન્ચ ઓપન જીતવા બદલ રફેલ નડાલને ૯ કરોડની ઈનામી રકમ મળી છે, બીજી તરફ યોકોવિચને ૬ કરોડ ૫૦ લાખની રકમ મળી હતી.
 
  • સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ
  • પ્લેયર   ગ્રાન્ડસ્લેમ ટાઇટલ
રોજર ફેડરર     ૧૬
પીટ સામ્પ્રાસ ૧૪
રોય એમરસન   ૧૨
રોડ લેવર        ૧૧
બ્યોન બોર્ગ     ૧૧
રફેલ નડાલ      ૧૧
 
રફેલ નડાલ વિ. બ્યોનબોર્ગ
: સ્વિડનના બ્યોનબોર્ગે ૧૯૭૩થી ૧૯૮૩ દરમિયાન કુલ ૧૧ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યાં હતાં, જેમાં ફ્રેન્ચ ઓપન (૧૯૭૪, ૭૫, ૭૮, ૭૯, ૮૦, ૮૧) અને વિમ્બલ્ડન (૧૯૭૬થી ૧૯૮૦)નો સમાવેશ થાય છે.
: રફેલ નડાલે કુલ ૧૧ ગ્રાન્ડસ્લેમ જીત્યાં છે, જેમાં ૬ ફ્રેન્ચ ઓપન (૨૦૦૫થી ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૨), બે વિમ્બલ્ડન (૨૦૦૮,૨૦૧૦) ૧ ઓસ્ટ્રેલિયન ઓપન (૨૦૦૯), ૧ યુએસ ઓપન (૨૦૧૦)નો સમાવેશ થાય છે.
  • : બોર્ગે તેમની કારકિર્દીમાં કુલ ૭૩૫ મેચમાંથી ૬૦૮માં વિજય મેળવ્યો, આમ, તેમની વિજયી સરેરાશ ૮૨.૭ ટકાની છે.
  • : નડાલે તેની કારકિર્દીમાં કુલ ૭૦૧ મેચમાંથી ૫૮૧ મેચ જીતી છે અને તેની વિજયી સરેરાશ ૮૨.૮૮ ટકા છે.
 
પ્રોફાઇલ
જન્મ : ૩ જૂન, ૧૯૮૬
દેશ : સ્પેન
ઊંચાઈ : ૬'૧, વજન : ૮૫ કિ.ગ્રા.
કુલ ઇનામી રકમ : ૪,૮૪,૩૩,૩૩૨ ડોલર
નડાલના પિતા સ્પેનના ખૂબ જ મોટા બિઝનેસમેન છે અને તે એક ઇન્સ્યોરન્સ કંપની, કાચ બનાવતી કંપનીના માલિક છે. નડાલના કાકા મિગ્યુઅલ એન્જલ નડાલ સ્પેનિશ ફૂટબોલ ટીમ માટે રમી ચૂક્યા છે. નડાલના અન્ય એક કાકા ટોની નડાલ ટેનિસ પ્લેયર હતા. માત્ર ત્રણ વર્ષની ઉંમરથી નડાલે ટેનિસ શીખવાનું શરૃ કર્યું. નડાલ ફૂટબોલનો પણ ખૂબ સારો પ્લેયર છે અને ટેનિસપ્લેયર બન્યો ન હોત તો ફૂટબોલર બન્યો હોત.